સમયના સમણાં સજાવાયા છે ક્યાંક,
પોતાના હમણાં અટવાયા છે ક્યાંક,
ખીલી ઉઠ્યા ઝાંકળથી ફુલો ઘણા,
મનમાં ને મનમાં કરમાયા છે ક્યાંક,
બહુ સરસ કહી બીરુદ આપવુ નથી,
એ તો અતી સુદંર કહેવાયા છે ક્યાંક,
વાયરામા આવી મીઠી ખુશ્બુ માટીની,
એ અષાઢી પડ્યા વાછટીયા છે ક્યાંક,
પ્રેમમા ઉતર્યા ન જાણતા પરિભાષા,
ઇનામ મેળવવા અધીરાયા છે ક્યાંક,
કોનુ કહેવુ કોનુ સાંભળવુ પ્રકરણ પ્રેમનુ,
આ બલામા બધા અભડાયા છે ક્યાંક .
નીશીત જોશી 15.05.11
શનિવાર, 21 મે, 2011
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો