મનાવુ રોજ,આજ ન મનાવુ તો શું કરશો?
તુજની ના ને હા સમજી બેસુ તો શું કરશો?
દિલને ખ્વાઇશ ઘણી બાકી હો પુર્ણ કરવાની,
અધીરીયા દિલને તોડી બતાવુ તો શું કરશો?
ઇશ્વર પાસે માંગો છો જીર્ણ વસ્તુઓ આ જગની,
પથ્થરમાં સાક્ષાત ઇશ્વર બતાવુ તો શું કરશો?
અજવાળાથી આંખો અંજાય તે કહેનારા જોજો,
રડીયામણી રાતનો ચાંદ બતાવુ તો શું કરશો?
ભુલા પડેલા હો હર રાહે જો પથ વિહીન થઈને,
ચાર રસ્તે ઉભો બીજો રાહ બતાવુ તો શું કરશો?
કંટાળેલા હો જો કવિતા-ગઝલોની મહેફિલોથી,
એક નવી કવિતા કે ગઝલ સંભળાવુ તો શું કરશો?
રોજ નવુ નવુ ક્યાંથી વિચારુ ઓ નીશીત કહે તો,
આજે કંઇ નહી કંઇક વિચીત્ર જ વંચાવુ તો શું કરશો?
નીશીત જોશી 03.05.11
શનિવાર, 14 મે, 2011
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો