
માંના જેવુ તો કોઇ અનમોલ નથી,
માંની મમતા નો કોઇ મોલ નથી,
લોહી પીવડાવી કરે બાળકને મોટા,
એવુ એ રૂધીર જેનો કોઇ મોલ નથી,
મુંજાય જ્યારે છોરૂ શોધે માંનો ખોળો,
ફરે માથે હાથ એનો કોઇ મોલ નથી,
રડતા છોરૂને એ હસાવતા જાણે સારૂ,
તેના આવુ હસાવવાનો કોઇ મોલ નથી,
પોતે રહે ભુખી આપે જમવાનુ બાળકને,
ભુખ્યે આપે પ્રેમ જેનો કોઇ મોલ નથી,
ચુકવી નહી શકીએ તેનુ આપ્યુ ઋણ,
સક્ષમ છો ને હો પણ કોઇ મોલ નથી.
નીશીત જોશી 08.05.11
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો