ગુરુવાર, 26 મે, 2011
સહારે
જીવી તો રહ્યા હતા એ યાદોના સહારે,
સપના રહ્યા હતા પુરા થવાના સહારે,
તોફાની મોજાએ ખળભળાટ મચાવ્યો,
માઝી રહ્યો બેઠો એ પતવારના સહારે,
ડુબાળી ગયા હોત જેને કહેતા પોતાના,
આબાદ બચ્યા એક તણખલાના સહારે,
કોશીશ કરી ખોબે ઉલેચવાને એ દરિયો,
થાક ઉતર્યો નસીલા એ નયનોના સહારે,
મહેફિલ સુની ચીરાગો ઠર્યા ન આવવાથી,
બેઠેલા વાંચવાને ગઝલ આશાના સહારે,
કોઇતો આપત આવવાના એંધાણ 'નીશીત',
એક રાત તો પસાર થાત સપનાના સહારે.
નીશીત જોશી 23.05.11
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો