
તુ તો છે ત્રીલોકી નો નાથ કેમ ન બન્યો મારો,
કર્યા છે ઉપકાર જગતમા, મહીમા છે બસ તારો,
દરીયાએ મા પાર્વતીને માર્યુ મેણુ , બનાવ્યો તેને ખારો,
ધ્રુવની ભક્તી જોઇ બનાવ્યો તેને આભનો તારો,
બનાવી શીલામાથી નારી, બનાવી કુબળીને રૂપાળી,
સ્વીકારી હુંડી નરસૈયાની, બનાવ્યો ભોજાભગતને તારો,
મારા નાથ છુ હું ,એક જગની મોહમાયામા ફસનારો,
દયા કર દાસ પર, બનાવીલે હવે તો બસ ફક્ત તારો.
નીશીત જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો