બુધવાર, 26 ઑગસ્ટ, 2009

એ સંભવ નથી



તુ ચીત ચોરે કે ચીર મારા,
હુ જમુના તટે ન આવુ એ સંભવ નથી.
હુ પ્રિય તારી તુ પ્રિયતમ મારો,
દિલ કોઇ બીજાને આપુ એ સંભવ નથી.
તુ આંખોથી આંખો મેળવી રાખ,
હુ મારી પલક નમાવુ એ સંભવ નથી.
તુ માળી મારો હુ કળી છુ તારી,
તો પણ ન જો ખીલુ એ સંભવ નથી.
તુ વાંસળી વગાડી નચાવ મને,
પગે ધુધરૂ ન બાંધુ એ સંભવ નથી.
તુ વાંસળી વગાડી કરે ઇશારો,
હુ મધુવન ન આવુ એ સંભવ નથી.
તુ રહે સાથો સાથ મારી,
હુ દુનીયાની ભીડમા ખોવાવ એ સંભવ નથી.
તુ તારણહાર છો મારો,
હુ દરીયામા ડુબી જાવ એ સંભવ નથી.

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો