ફુલ નહી તો ફુલની પાંખડીથી કામ ચલાવીશુ, તુ નહી હો સામે તો તુજ છબીથી કામ ચલાવીશુ, કરીયે પ્રેમ અપાર એ તુ પણ જાણે છે બધુ, હોઠ રહે બંધ તો મૌનની ભાષાથી કામ ચલાવીશુ, કરામત તો તુ જ કરી શકે ગમે ત્યારે જગમા, રૂબરૂ નહી આવે ત્યાં સુધી યાદથી કામ ચલાવીશુ.
નથી હું કોઇ આભ કે નથી તેમાનો તારલો,
નથી કોઇ દરીયો કે નથી નદીનો કાંઠલો,
નથી આવડતી એવી શબ્દોની માયાજાળ મને
ફક્ત છું 'નીશીત’ , રહેવા દો મને એક વ્યક્તી નીરાલો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો