શનિવાર, 16 જાન્યુઆરી, 2010

ઉપકાર તારો


નથી રહ્યુ કંઇપણ હવે મારૂ,
લુટ્યુ છે સર્વસ્વ તે મારૂ,
શરૂ થયુ બાળપણ ત્યારથી,
દહી માખણ દુધ લુટ્યુ તે મારૂ,
યમુના કાંઠે જ્યારે નહાવા ગયી,
આવી ત્યાં ચીર ચોર્યુ તે મારૂ,
વાંસળીની ધુનથી મન મસ્ત કરી,
વન મા ભાન ભુલાવ્યુ તે મારૂ,
ઘર પણ ન રહ્યુ, તુ પણ નહી,
જીવનને વ્યર્થ બનાવ્યુ તે મારૂ,
હવે ન તડપાવ મારા મનમીત ,
ઉપકાર તારો, હ્રદયને જો અપનાવ્યુ તે મારૂ.

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો