બુધવાર, 27 જાન્યુઆરી, 2010

કેમ?

હર ધડી મારી સામે રહેનાર આજ દુર છો કેમ?
થયુ છે શું આમ આજ ગમગીન લાગો છો કેમ?
કર્યુ કંઇ અમે તે આમ આજ અબોલા લીધા,
બંધ હોઠ કરી ચુપચાપ મનમા આજ બોલો છો કેમ?
ખોટુ જો લાગ્યુ હોય કંઇ તો કહી થાવ હલકા,
આમ નયનો ને દરીયામા આજ ડુબાળો છો કેમ?

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો