શુક્રવાર, 1 જાન્યુઆરી, 2010

તારી રાહ જોવ છુ


સુરજની પહેલી કિરણથી તારી રાહ જોવ છુ
તુટી આજ ડાળી પરથી તારી રાહ જોવ છુ
આવશે તુ આપીશ તુને મારી સુગંધ
બાગમાંથી આવી અહી તારી રાહ જોવ છુ
આવજે ઝલ્દી નહિતર ચકડાઇ જઈશ
અત્યારે તો પુર્ણ રૂપે તારી રાહ જોવ છુ
જોજે આવી લેજે હાથમા તુરત મને
કરમાયી ન જાવ માટે તારી રાહ જોવ છુ
કરમાય જઈશ તો હાથવેગો પણ નહી રહુ
તુજ માથે સજવાની તારી રાહ જોવ છુ
છોડી મારા પોતાઓ ને મળવા તને
તુજ સંગ માણવા તારી રાહ જોવ છુ

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો