શનિવાર, 23 જાન્યુઆરી, 2010

જગમા કેટલા છે?

વાદળોની પારનો ભેદ જાણનારા ઘણા છે
પણ ભેદ પામનારા જગમા કેટલા છે?
પતંગ અને દોરી પણ પહોચશે માત્ર આભ સુધી
પણ ક્ષતીજની પાર પહોચનારા કેટલા છે?
આભનુ અભિમાન તો ધરતી પણ ન જાણી શકી
પણ ધરતીની જેવો પ્રેમ કરનારા કેટલા છે?
લખનારા તો લખી નાખે છે ગ્રંથ ના ગ્રંથ
પણ ગ્રંથના માયલાને માનનારા કેટલા છે?

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો