સોમવાર, 18 જાન્યુઆરી, 2010

વિધીના વિધાન તો લખાયેલા છે

વિધીના વિધાન તો લખાયેલા છે
દર્દ જેના છે તેના ચિતરાયેલા છે
માગવાથી નથી મળતુ તેને ત્યાં
કર્મો પ્રમાણે તેણે ગોઠવેલા છે
મન તો આપ્યુ તેને યાદ કરવા
પથ્થરો ને ક્યાં મન આપેલા છે
માંગી ને નાના શા માટે થઈયે
બધાને તેણે વણમાગ્યે આપેલા છે
શરતો મુકી ઇચ્છીયે ઘણુ બધુ સ્વાર્થમા
સ્વાર્થ મુકીયે તો જાણીએ બધુ જ પામેલા છે

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો