શુક્રવાર, 22 જાન્યુઆરી, 2010

જેવા છો તેવા જ ગમ્યા

હશો અમાસના અંધકાર
પણ અમાસે જ તો દિવાળી હોય છે,
હશો આથમતી સંધ્યા
પણ સંધ્યાએ જ તો પ્રેમ પાંગરતો હોય છે,
રડતી ઢીંગલી
પણ છે તો ઢીંગલી જ ને! હસશે અને હસાવશે,
હશો બોલકા !
બોલતા પણ ક્યાં બધાને આવડતુ હોય છે,
જેવા છો તેવા જ ગમ્યા
અને માની લીધા પોતાના,
હશો પરાયા !
પોતાના હોય તે પણ તો ક્યારેક પારકા હોય છે.

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો