શુક્રવાર, 29 જાન્યુઆરી, 2010

રુડુ લાગે છે


સાનિધ્ય તમારુ અમને રુડુ લાગે છે
ઇશ્વરની અનમોલ રમતનુ રમકડુ લાગે છે

દરિયાના પ્રવાહમા તૂટે છે કિનારા પણ
અમને તો પ્રેમ પ્રવાહમા તણાઇ જવુ રુડુ લાગે છે

કહે છે પ્રેમમા બધુ ખોઇ ને રડવાનુ થાય
અમને તો રડવાનુ પણ તેમા રુડુ લાગે છે

જોઇને દિવાનાને હસે છે લોકો અહિં
હસવા હસવવાનુ અમને તો રુડુ લાગે છે

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો