
તમારાથી છે દુનીયા મારી, મારી દુનીયા આપ છો,
બીજાને શા માટે વીનવુ, મારૂ સર્વસ્વ આપ છો,
આ આખાય જગતમા મારા સગા કોઇ નહી,
જેને પોતાના કહી શકુ, એ સાથીદાર આપ છો,
મારી જીંદગીની ઇચ્છા, મારી તમન્ના આપ છો,
શ્યામસુંદર સાવરે, મારા તો બધુ આપ છો,
હવે ક્યાં જવુ મુરારી, તારો દરવાજો છોડીને,
આપ જ પ્રેમી મારા, મારા માર્ગદર્શક આપ છો.
નીશીત જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો