
ઉતાવળમાં કરેલા કામ સારા નથી હોતા,
નકામા માં કરેલા નામ સારા નથી હોતા,
હોય તો છે ઘણા મયખાના માં પ્યાલાઓ,
પણ હર પ્યાલાના જામ સારા નથી હોતા,
કિમંત આંકવી ખોટી ઠરે ખુદાના બંદાની,
લગાડો ગમે તેવા દામ, સારા નથી હોતા,
સંગીતના પારંગત તો જોયેલા હશે ઘણા,
બધા ના સજેલા સરંજામ સારા નથી હોતા,
જલતી હશે શમા પોતાના પ્રેમની ખાતીર,
'નીર' પરવાનાના અંજામ સારા નથી હોતા.
નીશીત જોશી 'નીર'
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો