રવિવાર, 5 મે, 2013

મુકુંદ જોશી તથા નીશીત જોશી ની સહ્યારી રચના

14509148-red-canoe-at-river-shore-the-water-of-the-river-reflecting-green-hues-of-surrounding-boreal-forest-w મુકુંદ જોશી તથા નીશીત જોશી ની સહ્યારી રચના આપણે સાથે હતા , સદા શબ્દોથી ઝગડતા રહ્યા, હવે દૂર રહી પાસે થયા, મૌન થી મળતા રહ્યા ! કાંઠા છે બે હજીયે, વચ્ચે સરસ્વતિનું વહેણ ક્યાં ? લુપ્ત નદીને જળ ઝાંઝવે સદા રળજળતા રહ્યા ! વિતાવી હતી એવી વહાલની ક્ષણો એ નદી પારે , યાદ કરી એ પ્રેમ પળો ને એકાંતમાં રમતા રહ્યા ! રહ્યા અધ-અધૂરા જિંદગીની કિતાબના પાનાઓ , પાનખર પત્તાઓ ની માફક એ પાના ઉડતા રહ્યા .! હોશમાં તો હતા પણ હાલત થઈ ગઈ બેહોશીની , હવે એ જામ પામવા બિચારા મનડા તરસતા રહ્યા.! મુકુંદ જોશી/નીશીત જોશી 01.05.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો