રવિવાર, 5 મે, 2013

રહેવા 'દો

002 રહેવા 'દો, નથી ચાલવું એ રાહે હવે, અજાણ્યા પથ થી કોઈ બચાવે હવે, નીર્ધાર્યો પથ ખોવાયો ચૌરસ્તે થી, આવેલ વિટમ્બણા કોઈ હટાવે હવે, સાંભળેલું રળિયામણો હશે એ પથ, ચાલતા દરેક અંગે કાંટા વાગે હવે, રાહબર શોધવા ફાંફા મારતા રહ્યા, એ હૈયા ને સમજાવી કહો થાકે હવે, વિધાતાનું લખ્યું કષ્ટ પૂરું તો થશે, ભાગ્યની રેખા ને કહી 'દો જાગે હવે. નીશીત જોશી 24.01.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો