રવિવાર, 5 મે, 2013

લગાવી છે હીના

001 લગાવી છે હીના કોઈ બીજાના નામ ની, ક્યાં રહી પછી એ હીના, મુજના કામ ની, લઈને નીકળ્યા'તા હાથો ઉપર હાથ મૂકી, મુક્યો સાથ,લીધી પરિક્ષા મુજના હામ ની, લે-વેચ ની દુનિયામાં કર્યો પ્રેમ નો સોદો, તરછોડી, ના કરી કદર પ્રેમ કેરા દામ ની, હોશમાં હતો જ્યાં સુધી રહેલો સાથ તુજનો, બેહોશીની અસરે હવે રહીશું ફક્ત જામ ની, ચડાવી જજે હાર થી તૂટેલા ફૂલ મુજ કબરે, ઈજ્જત વધી જશે થયેલા મુજ અંજામ ની. નીશીત જોશી 22.01.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો