રવિવાર, 26 મે, 2013

નાં મળ્યું

ForkinRoadResize તું નાં મળી, તુજનું સરનામું નાં મળ્યું, જીવવા માટે નું કોઈ બહાનું નાં મળ્યું, મહેફિલ સણગારાતી રહી ચિરાગ સામે, તુજ સમું હૃદયને કોઈ મજાનું નાં મળ્યું, અંધારી ગલીઓમાં ભટકતા રહ્યા એવા, સુમસાન પથે ક્યાય અજવાળું નાં મળ્યું, બાગે સુગંધી ફુલો જોઈ મલકાયા ઘણા, અડ્યા બધાને,તુજ સમું સુવાળું નાં મળ્યું, ખોવાય ગયા હવે તો અમે તુજને શોધતા, ચૌ રાહેથી પોતાને ખુદનું ઠેકાણું નાં મળ્યું. નીશીત જોશી 22.05.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો