રવિવાર, 27 મે, 2012
શોધુ છું
આ મહેંદી માં મુજ નામ શોધુ છું,
મુજને આપેલુ તે ઇનામ શોધુ છું,
રંગ તો ચડતો ચડી જશે આ હાથે,
તુજ હ્રદય માં બસ મુકામ શોધુ છું,
તરસ્યો રાખ્યો છે હજુ પણ જો ને,
બસ તુજ નયન નો જામ શોધુ છું,
શાને મુકુ?છો ને હોય રાહ પથરાળો,
તુજ પડછાયો ત્યાં સરેઆમ શોધુ છું,
નકામા થયાની મુજ ચર્ચાય વાતો,
તુજ સંગાથ પામવાનુ કામ શોધુ છું,
બદનામ કરે છે લોકો રખડુ કહી કહી,
તેઓ શું જાણે હું તુજનુ ગામ શોધુ છું.
નીશીત જોશી 22.05.12
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો