રવિવાર, 13 મે, 2012

શરમાય છે

વેણુ ના સાદે દોડી આવી 'ને હવે શરમાય છે, ગોપીઓના વાદે મુજ રાધા મુજથી ભરમાય છે, કેમ કરી લેવી ખુશ્બુ માથે લગાડેલા ગજરાની, ઘુંઘટ હટાવ્યે ખોબામા લાલ ચહેરો સમાય છે, ચીત ચોર નો ખીતાબ આપી કર્યો છે મશહુર, ગોપી નદીના તટે મુજ કાજે આવી કરમાય છે, કદંબના ઝાડ નીચે એ મોરલો ખીલવે છે કળા, વૃદાંવનની એ શેરીઓ પ્રેમ પામવા લલચાય છે, ગાલો પર તો પાડ્યા છે સેયડા એવા તે શરમના, તુજ રોમ રોમ માં મુજ તસ્વીર જ તો વરતાય છે. નીશીત જોશી 10.05.12

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો