રવિવાર, 13 મે, 2012

Mothers day

ન કોઇ આશાએ, ન અપેક્ષાએ, જણ્યુ ત્યારે થયુ કષ્ટ, ઉછેર કર્યો ત્યારે કષ્ટ, બોલતા શીખવ્યો, ચાલતા શીખવ્યો, એક ઉંહકાર થતા થયુ કષ્ટ, ભણાવ્યો, ગણાવ્યો, આજે થયો છે મોટો, અને આજે તેને જ થયુ છે કષ્ટ, છાયો આપેલો તે છીનવા તત્પર, બોલવામાં પાબંધી, પગે બેડીઓ બાંધવા તત્પર, જે ઋણે બંધાયેલો છે, કેમ કરી ઉતારશે ? બોલી, ઘર થી બેઘર કરવા તત્પર, સહન કરૂ છુ બધુ, હવે શું તે આજે ભુલ્યો? હું એક માં છું !!!! નીશીત જોશી 08.05.12 Mothers day

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો