રવિવાર, 27 મે, 2012
ચાલ પાછા આજે ........
ચાલ પાછા આજે છુપાછુપી રમી લઇએ,
એકબીજા ને એકબીજા માં કળી લઇએ,
તું શોધ મુજને હું શોધુ તુજને આજ અહી,
ચાલ આજ પ્રેમ દરિયા માં તરી લઇએ,
ક્ષતિજે મળવા નીકળ્યા છે ધરા 'ને નભ,
ચાલ પહેલા આજ આપણે મળી લઇએ,
પ્રેમની કિતાબે આપણુ પણ હશે પ્રકરણ,
ચાલ ફરી આપણુ પ્રકરણ ભણી લઇએ,
પ્રેમમાં આવુ મળ્યાને વર્ષો ગયા છે વિતી,
ચાલ સમણાં ને ફરી વર્તમાન કરી લઇએ.
નીશીત જોશી 24.05.12
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો