રવિવાર, 6 મે, 2012

કહી દઇએ

અમે એક ઓસની બુંદને પણ વરસાદ કહી દઇએ, થતા મૌન ના સંવાદ ને પણ કોઇ સાદ કહી દઇએ, છો ને વ્યંગ કરી હસતા રહો મુજ પર ક્યારેક પણ, અમે થતા આવા એ વ્યંગ ને પ્રતિસાદ કહી દઇએ, અભણ રહ્યા એ પ્રેમ કેરા આનંદના આ ભણતરમાં, ઉમેરવાનુ કહેતા કહેતા એને અમે બાદ કહી દઇએ, આમ તો મળે છે અપાર પ્રેમ લોકોની પાસ ગયેથી, અરીસો સામે જોતા તેને અમે અપવાદ કહી દઇએ, નાત-જાત,હદ-સરહદ,ઉંચ-નીચ ની પાર છે પ્રેમ, ન આવડતી પ્રેમભાષાનો પણ અનુવાદ કહી દઇએ. નીશીત જોશી 29.04.12

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો