
મધુર સબંધો એમ કંઈ બંધાતા નથી,
લાગણીઓના સુર કંઈ ગવાતા નથી,
લઇ ને ભલે દોડે બોજો એ હૃદય નો,
મળેલા ઝખમ કોઈને અપાતા નથી,
સહન કરવું પડે છે હસતા મોઢે બધું,
નફરતે સબંધોને કંઈ નખાતા નથી,
પારકાને પોતાના કરવા નથી સરળ,
કાળજે એમજ પથ્થર પથરાતા નથી,
નમતા રહેવું પડે છે સૌ પાસે પ્રેમ થી,
પ્રેમે બાંધેલા સબંધ એમ હણાતા નથી.
નીશીત જોશી 18.12.12
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો