ગુરુવાર, 6 ડિસેમ્બર, 2012
કેવા તે પ્રશ્નો
કેવા કેવા તે પ્રશ્નો કાળજે થાય છે,
જવાબ શોધવા પણ ક્યાં જવાય છે,
પોતે લાવે છે કોઇની દિકરી જ્યારે,
વિદાય વેળા પોતાથી ક્યાં રડાય છે,
થાય છે એવો જ પ્રસંગ પોતાને ઘરે,
દીકરી સંગ ચોધાર આંસુ વહાવાય છે,
પત્ની લાવ્યા એ પણ કોઇની છે કન્યા,
દીકરી માટે જ આંસુ એ ક્યાંનો ન્યાય છે,
પત્ની ન હોત તો દિકરી પણ હોત ક્યાંથી,
સબંધોની આ પરોજણ કેવી તો વર્તાય છે.
નીશીત જોશી 02.12.12
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો