ગુરુવાર, 6 ડિસેમ્બર, 2012
નથી ફેક્યા
ક્યારે લોકોએ વાતોના પથરા નથી ફેક્યા?
એ પત્રોને એમ જ અમે બળવા નથી ફેક્યા,
મુલાકાત નો એ સમય લાગે છે વીતી ગયો,
અમે તેના વિચારો પણ અળગા નથી ફેક્યા,
એ લઇ ગયેલા દરિયે પોતાનું ચિત્ર આંકવા,
મઝધારે થી અમને કઈ તરવા નથી ફેક્યા,
કાન ની કચાસે જ કર્યું હશે તેનું કામ ક્યારેક,
શબ્દોએ મૌન બાણ ફક્ત ધરવા નથી ફેક્યા,
નામ તો થયું અમારું, બદનામ એ થઇ ગયા,
મદિરાલયની બા'ર સુનામ કરવા નથી ફેક્યા.
નીશીત જોશી 26.11.12
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો