
આ હવા માં આજે કોઈ તાજગી લાગે છે,
આ શરાબ પણ કંઈક આજ જૂની લાગે છે,
સુરાલય માં જવાવાળા ખબરદાર રહેજો,
પ્રિયેના હાથમાંનો પ્યાલો પાણી લાગે છે,
હોશમાં રે'વાની કોશિશ આજ થશે નિષ્ફળ,
મયની નદી આજ મહેફીલે વહેતી લાગે છે,
સમીર પણ આજ મદ-મસ્ત થઇ ગયો હશે,
એકલવાયાઓ ને પણ અહી મેદની લાગે છે,
સપના પણ આજ ઉઘી નહિ શકે સરખા રાત્રે,
અર્ધ ખુલ્લી આંખો પણ આજ જાગતી લાગે છે.
નીશીત જોશી 16.12.12
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો