રવિવાર, 1 સપ્ટેમ્બર, 2013

ખુદને ખુદ ની જ ખબર રહી નથી

1326487685025u0Y વિરહ નું સોપાન હવે દિલ ને કઈ કહેતું નથી, જુના એ ઝખમો નું દરદ દિલ હવે સહેતુ નથી, વિરાન રાતો માં સપના આવી જો રાતે ઉઠાડે, સુકાયેલી આ આંખો થી હવે ઝરણું વહેતું નથી, ગોજારી એ રાત ના ભણકારા વાગે છે હજુ પણ, ગામમાં થતી વાતોમાં એ વાત કોઈ કહેતું નથી, દરવાજે જરા જુઓ તો ત્યાં કોણે આપી છે દસ્તક, પ્રેમ હોય તો કહી દેજો અહી હવે દિલ રહેતું નથી હવે તો ખુદને ખુદ ની જ ખબર રહી નથી દોસ્ત, ખોવાયેલાની સૂચી માં પણ નામ હવે રહેતું નથી. નીશીત જોશી 25.08.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો