શનિવાર, 28 સપ્ટેમ્બર, 2013

યાદ મુજની આવ્યેથી રડ્યા કરશે તેઓ

3d957130346bcac13f39e0c4af2ff3496d421f56951264 યાદ મુજની આવ્યેથી રડ્યા કરશે તેઓ, પથારી એ પડી પડખા ફર્યા કરશે તેઓ, મોસમની કોઈ હવા માફક આવશે નહિ, પાનખર ના ફૂલ માફક ખર્યા કરશે તેઓ, પૂનમનો ચંદ્રમાં પણ લાગશે અળખામણો, તપતા સુરજની માફક બળ્યા કરશે તેઓ, ગાંડા દરિયા માફક ધૂંધવાશે દિલ તેમનું, લહેરો માફક આવી કાંઠે તૂટ્યા કરશે તેઓ, કરેલી ભૂલોની ગ્લાનીનો થતો રે'શે મુંજારો, સુધારવાને તે મુલાકાતે આવ્યા કરશે તેઓ. નીશીત જોશી 26.09.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો