શુક્રવાર, 13 સપ્ટેમ્બર, 2013

દિવસ જાય રાત જાય તુજ વિચાર જતા નથી

1209436_10201207640106494_897856930_n દિવસ જાય રાત જાય તુજ વિચાર જતા નથી , તુજ સિવાયના બીજા કોઈ સપના સજતા નથી , બાગોમાં ખીલેલા છે ખુબસુરત ફૂલો પણ ઘણા , તુજને સોગાદ આપવા કોઈ ફૂલ મળતા નથી , મૌસમ આમ તો બદલાયા કરે છે વર્ષો વર્ષ થી , તુજ વિચાર માહી પાનખરે પાંદડા ખરતા નથી , એવા તે કેવા સંબંધો થયા છે આપણા બન્નેના, એકબીજા વિના ક્ષણ અલગ રહી સકતા નથી, કહે છે પ્રેમમાં ઈંતજારની મઝા અનેરી હોય છે , એટલે વારંવાર આપણે મુલાકાત કરતા નથી . નીશીત જોશી 10.09.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો