શનિવાર, 7 સપ્ટેમ્બર, 2013

પતંગિયું જંખે ચિરાગ તેમ મુજને જંખી લે

પતંગિયું જંખે ચિરાગ તેમ મુજને જંખી લે, અપાર વરસાવી પ્રેમ મુજને તું ભરખી લે, તરસ છીપાવવા મૃગજળ પીધા'તા અમે, તપતા રણમાં એકવાર તું પણ તરસી લે, નહી કાપી શકાય તુજથી એ અંધારે સફર, સાંજ પડવાની છે હવે મુજ હાથ પકડી લે, છોડીશ નહિ પકડેલો હાથ જગની ભીડમાં, એકવાર તો મુજને બાહુપાશમાં જકડી લે, દરિયો તરવા ની પરિક્ષા પણ આપી શકું, વિશ્વાસને સહારે મઝધાર માં તું ઉતરી લે. નીશીત જોશી 05.09.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો