શનિવાર, 21 સપ્ટેમ્બર, 2013
શા માટે?
જે આવવાના નથી તેનો ઇન્તજાર શા માટે?
જે કંઈ કહેતા જ નથી તેનો આભાર શા માટે?
આંસુઓ એ સુકાઈ ને આપી દીધો છે જવાબ,
જેને હવે વહેવું જ નથી તેનો સત્કાર શા માટે?
પથ્થર પણ સહન કરીને વેદનાઓ બને મુરત,
છેણીહથોડી સહેવી નથી તેનો આકાર શા માટે?
પડછાયો જોઈ હર્ષધેલા ન બની બેસતા જાવ,
જે નીકળી ગયા છે દૂર તેનો ભણકાર શા માટે?
પોતાના કહેવામાં જેને મજબૂરી આવી સામે,
માન્યા જેમણે દુશ્મન તેનો સહકાર શા માટે?
નીશીત જોશી 20.09.13
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો