
આમ તો બધી વાતો સૌને કહેવાઈ ગઈ,
પણ દર્દની વ્યથા દર્દમાં જ સમાઈ ગઈ,
જલાવેલો ચરાગ મહેફિલ રોશન કરવા,
હવાના ઝુલ્મે આગ ચૌતરફ ફેલાઈ ગઈ,
નીકળેલા બજારે કોઈ ખરીદાર શોધવા,
મુજ ઉર્મીઓ કોળીના મોલે વેચાઈ ગઈ,
ખાલી ના રહ્યું આંખોનું એ મકાન ક્યારેય,
વહી ગયા બધા આંસુ ઉદાસી રોકાઈ ગઈ,
છુપાવી રાખવી હતી ઝખ્મો ની કિતાબ,
આપેલી હર સજા નજરોથી ચર્ચાઈ ગઈ,
નીશીત જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો