શનિવાર, 28 સપ્ટેમ્બર, 2013

મારે કંઈ કહેવું છે

1236754_628478883858816_840760425_n સપનાને સાકાર કરવા, મારે કંઈ કહેવું છે, ખોબામાં દરિયો ભરવા, મારે કંઈ કહેવું છે, આમ તો કહું છું ઘણું સાભળે છે પણ ઘણા, મહેબૂબ ને કાને ધરવા, મારે કંઈ કહેવું છે, તણખલા નો છે વિશ્વાસ મુજને દરિયા માં, જોડેજોડે દરિયો તરવા, મારે કંઈ કહેવું છે, આવતો જન્મ જોયો કોણે તેની શી ખબર, મળેલા જન્મે જ મળવા, મારે કંઈ કહેવું છે, હિંમતે મર્દા તો મદદે ખુદા એ સાભળ્યું મેં, કહેવતનો અમલ કરવા, મારે કંઈ કહેવું છે. નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો