શુક્રવાર, 13 સપ્ટેમ્બર, 2013

થાકી ગયું છે

મુજ દિલ હવે પ્રહાર થી થાકી ગયું છે, તુજ આપેલ ઉપહાર થી થાકી ગયું છે, જીતેલી બાજીએ હારી જતા'તા હરઘડી, હવે બાજીઓ ની હાર થી થાકી ગયું છે, મઝધાર માં છોડી જવાની હતી આદત, દિલ,દરિયા ના વિહાર થી થાકી ગયું છે, તુજ 'હા' સાંભળવા કર્યો ઇન્તઝાર ઘણો, દિલ રોજના ઈઝહાર થી થાકી ગયું છે, તુજ છોડી કોણ સાંભળશે હૃદય આલાપ, 'ને તુજ દિલ આ મલ્હાર થી થાકી ગયું છે. નીશીત જોશી 13.09.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો