રવિવાર, 6 માર્ચ, 2016

મને પણ કોઇ એક આકાશ મળી ગયું હોત

મને પણ કોઇ એક આકાશ મળી ગયું હોત, ઉડી મન મારૂ જોજન દુર નીકળી ગયું હોત, તમે સાંચવી રાખી છે આ એક લાશને જીવાડી, પુતળુ માટીનું ક્યારનું માટીમાં ભળી ગયું હોત, રહે છે મૌન છુપાવીને દર્દ અંતર માહી ઘણા, ઉઘાડી હોત આંખો તો મન પુરૂ કળી ગયું હોત, જીંદગી તુજ આગને ઠારી ઠારી જીવી જાત, મનમેળ ન થાત તો મુજ દિલ બળી ગયું હોત, મહેબૂબ,આશિક, કેટલા નામથી દિલને બોલાવું, ઇશારો કર્યો હોત તો અંતર વળી ગયું હોત. નીશીત જોશી 19.01.16

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો