
સગા સૌ નામના છે, સાવ સાચી વાત છે,
બધાએ સ્વાર્થના છે, સાવ સાચી વાત છે,
જવાની આવતા, રાજા બનેલાને કહો,
નકામી ધારણા છે, સાવ સાચી વાત છે,
કરે જે વેર બુદ્ધિથી, ઘમંડી જાણજો,
એ કોડી દામના છે, સાવ સાચી વાત છે,
વિચારો હોય મૌલિક, લખો દિલથી કવન,
શબદ સાધના છે, સાવ સાચી વાત છે,
છુપાવી કેમ શકશો,આંખ ચાડી ખાય જ્યાં,
નરી આ ભાવના છે, સાવ સાચી વાત છે.
નીશીત જોશી 05.01.16
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો