રવિવાર, 6 માર્ચ, 2016

આવડે છે

મને પ્રેમના પ્રવાહમાં,સરતા જ આવડે છે, મને રાધાના પ્રેમમાં,પડતા જ આવડે છે, નથી જાણતો કોઇપણ,પ્રેમની પરિભાષા, છતાં ફક્ત ને ફક્ત,પ્રેમ કરતા જ આવડે છે, વાત જન્મો જન્મની હું જાણીને શું કરું? બસ ઝિંદગી જિંદાદિલીથી જીવતા આવડે છે, દરિયે છો ને આવે કોઇ તોફાન,હો ભયંકર, બચાવીને એ કશ્તી,બચતા જ આવડે છે, નથી રાખી,આદત પીવાની મયખાનામાં, નયનોના જામ,ફક્ત પીતા જ આવડે છે. નીશીત જોશી 01.02.16

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો