રવિવાર, 6 માર્ચ, 2016
આતમ જીવશે, એ કોઇનો બળતો નથી
કેમ કે, તારા એ હોદ્દાની શરમ ભરતો નથી,
એટલે, એ આયનો જોવો, તને ગમતો નથી,
આવડ્યું નહિ બોલતા ખોટું કદી, એને હજી,
માનવીની આદતોને, ક્યાંય અનુસરતો નથી,
માત્ર વાતો, વાયદા, ચર્ચા, બધું પાણી કરે,
એક સાચો માનવી, જગમાં મને જડતો નથી,
એક ઈશારો થયો, ને નીકળી પડવું પડે,
એટલો હું સ્તરથી, હેઠો કદી પડતો નથી,
પંખુડી ખરશે, છતાં પણ ખૂશ્બૂ ખરતી નથી,
એ કરામત કુદરતી, એ માનવી કરતો નથી,
બારમાસી છે, કરીને જોઇલે તું પ્રેમને,
ઉત્પન્ન થાઉં હૃદયે, કોય દિ' મારતો નથી,
શૂન્ય ભળશે શૂન્ય, આ તન બળી જાશે છતાં,
'નીર', આતમ જીવશે, એ કોઇનો બળતો નથી.
નીશીત જોશી 'નીર' 24.01.16
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો