
તમાચા મારી, રાખ્યા લાલ ગાલ અમે,
લોકો સમજ્યા, રમ્યા છીએ ગુલાલ અમે,
પરચમ ફરકાવ્યો, નામ લઇ ચિતચોરનું,
નજરું ચાલી તીરછી, થૈ ગ્યા હલાલ અમે,
જાદુગર મળ્યો, નંદ નો લાલો તે એવો,
કરામત કરી તેણે, થઇ ગયા કમાલ અમે,
ખોવાય ગયા અમે, નથી રહી સુધબુધ,
ભુલી જવાબ, બની ગયા સવાલ અમે,
સાંભળી વાંસળી, દોડયાતા યમુના તટે,
કર્યો, ગોકુળની ગલીઓમાં બબાલ અમે.
નીશીત જોશી 01.03.16
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો