
સહેતા રહે એમને, ખમવુ પડે છે,
સદા જે નમે, એમને નમવું પડે છે,
કરી પ્રેમ, હારેલ બાજી જીતશે,
કે સાબીત તેને,ખુદને કરવુ પડે છે,
જરા સાદ બુલંદ, સ્ત્રી જો કરી લે,
પછી, આ જગતનેય ડરવું પડે છે,
કદી ક્યાંય, નફરત નથી જીતવાની,
નવુ, પ્રેમને રૂપ ધરવું પડે છે,
રડે કોઇ બાળક, અહીં દુધ સાટુ,
જો હકનુ મળે નહિ, તો રડવુ પડે છે,
નથી માવતર, એમને પૂછજો કે,
કિડાની જેમ, જીવવુ ને મરવુ પડે છે.
નીશીત જોશી 19.02.16
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો