બુધવાર, 6 મે, 2009

"એ ખોળાનો ખુંદનાર તારો"

શા માટે માગે છે? એ ખોળાનો ખુંદનાર તારો
શું કરશે ન્યાલ? એ ખોળાનો ખુંદનાર તારો
પાળી પોસી - ભણાવી ગણાવી કરીશ મોટો
શું છે વિશ્વાસ?કરશે પુરી અભિલાષાએ ખોળાનો ખુંદનાર તારો
દુઃખ થશે -યાદ આવશે રાતના ઉજાગરા તારા
મોકલશે જો વૃધાશ્રમમા એ ખોળાનો ખુંદનાર તારો
નહી હોય એવા બધા સરખા એમા પણ હશે અપવાદ
જે છે, તે પણ આપશે એટલો જ પ્રેમ જેવો એ ખોળાનો ખુંદનાર તારો
હા, એટલુ તો જરૂર છે, નિશિત, છેલ્લી શૈયા પર સુવડાવી
ચાંપસે આગ ચોક્કસ એ ખોળાનો ખુંદનાર તારો

'નીશીત જોશી'

2 ટિપ્પણીઓ:

  1. શા માટે માગે છે? એ ખોળાનો ખુંદનાર તારો
    શું કરશે ન્યાલ? એ ખોળાનો ખુંદનાર તારો
    બહુ જ સરસ છે....

    તમારા સવાલે મને ખરેખર સામે લખવા માટે મજબુર કરી
    ખોળાનો ખુદનાર નહી હોય તો જગત તેને ઘણા સવાલો કરશે,
    સમાજ તેને કયા કયા નામે બોલાવશે તેની કલ્પના કરજો?
    જો કે જન્મ અને મૃત્યુ તો ભગવાન ના હાથમાં છે,
    ને ઉચ્ચ કોટીનો ખુંદનાર મળે તો તે માબાપ ધન્ય છે.
    બાકી તો બધી સંસારની માયા છે ને નિશીત ભાઈ.

    જવાબ આપોકાઢી નાખો
  2. વાહ વાહ અતી સુન્દેર રચના ખરેખર આપને દિલ થિ અભિનનન્દન મારા વર્તુડ મા ઘણા મા બાપ ને ઘરે દિકરા ને બદ્લે દિપડા મે સગી મારી આંખે જોયા છે
    શબ્દે શબ્દ મા બહુ સરસ ભવર્થ નિક્ડે છે

    આભાર
    હિતેશભાઇ જોશી

    hitraj29@yahoo.com 09824214757

    જવાબ આપોકાઢી નાખો