ગુરુવાર, 14 મે, 2009

જમાનો તે કેવો આવ્યો ભાઇ

જમાનો તે કેવો આવ્યો ભાઇ
જોઇએ છીયે બધુ તૈયાર ભાઇ
જન્મ આપવા જોઇએ ટેસ્ટ ટ્યુબ નો સહારો
આપી જન્મ, પાળવા, આયા/નર્સ જોઇએ તૈયાર ભાઇ
સ્કુલ મોંકલે સ્કુલબસ ના ભરોશે
ભણાવવા માટે ટીચરો જોઇએ તૈયાર ભાઇ
નથી કરવુ વધારે કોઇ કામ
જોઇએ વધુ આવક તૈયાર ભાઇ
પરણવુ છે મનગમતા પાત્ર સાથે
નથી ફરવા ફેરા જોઇએ કોર્ટ તૈયાર ભાઇ
ઉમર છુપાવવા કલપ નો જોઇએ સહારો
વાંધો નહી ઘરડા થયા,ઘરડાઘર જોઇએ તૈયાર ભાઇ
મૃત્યુ નથી અટકતુ કોઇના કીધે
નનામી માટે જોઇએ બાંધવાવાળા તૈયાર ભાઇ
રડવુ પડે ન આવડે રડતા પણ
રડવા માટે રુદાલી જોઇએ તૈયાર ભાઇ
વાહ રે 'નિશિત' વાહ આ જમાનો
અહી તો હવે જોઇએ બધુ તૈયાર ભાઇ.......

'નીશીત જોશી'

1 ટિપ્પણી:

  1. અજ્ઞાત15 મે, 2009 08:44 AM

    મૃત્યુ નથી અટકતુ કોઇના કીધે
    નનામી માટે જોઇએ બાંધવાવાળા તૈયાર ભાઇ
    રડવુ પડે ન આવડે રડતા પણ
    good one......

    જવાબ આપોકાઢી નાખો