પાડી છે આજકાલ બીજાની નકલ કરવાની પ્રથા
પાડી છે કોઇની રચનાઓની ઐસીતૈસી કરવાની પ્રથા
પ્રેમથી સમજાવે છે અહી તેઓને બધા પણ
પાડી છે કોઇની વાત કાનોમા ન સાંભળવાની પ્રથા
ન કરો કહીયે છતા પણ કર્યે રાખે બેશરમો
પાડી છે વગર મહેનતે પોતાની રચના કહેવાની પ્રથા
સાવધાન ,આવા મિત્રોથી સૌ રહેજો દુર
પાડી છે આ પાછળથી વાર કરવાની પ્રથા
નથી આ રોસ પણ આવે છે ઘણી દયા
પાડી છે કેમ આવી આ ઉઠંતરી કરવાની પ્રથા
સમજી જાઓ હજી પણ છે સમય બાકી
પાડી છે શું આ રીતે જ અપમાન થવાની પ્રથા
ન હોય હ્રદયથી કાગળ પર ઉતારવા જેવુ કંઇ
પાડી લો રચનાના રચૈતાનુ નામ લખવાની પ્રથા
ન ફેરવો પાણી કોઇની મહેનત પર કહે નિશિત
પાડી છે કેમ ફક્ત આવુ કરી બદનામ થવાની પ્રથા
'નીશીત જોશી'
શુક્રવાર, 1 મે, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Ek Dum sachi vaat lakhi Chee ee pan DIL thiiiii
જવાબ આપોકાઢી નાખો