શુક્રવાર, 10 જૂન, 2011
કોની હતી?
વાદળો વચ્ચે ઘેરાયેલી કાયા કોની હતી,
અશ્રુધારામાં ભીજાયેલી છાયા કોની હતી,
તડકામા છાયડો શોધતી વ્યથા કોની હતી,
મહેફિલમા એ ગઝલ રુપી કથા કોની હતી,
હું છુ તારી, કહેલી કર્ણપ્રિય વાત કોની હતી,
કાને ગુજંતી રહેલી આ કરામાત કોની હતી,
માની જઇશ કહી રીસવાની ઇચ્છા કોની હતી,
ફુલ બનીને મહેકી ઉઠવાની ઇચ્છા કોની હતી,
પારકાને પોતાના સમજવાની સમજ કોની હતી,
પોતાના કહી હ્રદયે વસાવવાની ગરજ કોની હતી,
એ તો તુ હતી, તુ હતી, તુ હતી, અને તુ જ હતી,
નહીતર કહો આ વર્ણવેલી બધી વાતો કોની હતી?
નીશીત જોશી 28.05.11
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો