શુક્રવાર, 10 જૂન, 2011

પુછ્યુ છે ક્યારેય


વાદળે પુછ્યુ છે આકાશને ક્યારેય,
એ સુરજે પુછ્યુ છે પ્રકાશને ક્યારેય,
માઝીએ પુછ્યુ છે પતવારને ક્યારેય,
એ નદીએ પુછ્યુ છે સાગરને ક્યારેય,
અશ્રુઓએ પુછ્યુ છે આંખોને ક્યારેય,
પક્ષીઓએ પુછ્યુ છે સાખોને ક્યારેય,
પરવાનાએ પુછ્યુ છે શમાને ક્યારેય,
એ કવિએ પુછ્યુ છે ગઝલને ક્યારેય,
પતંગીયાએ પુછ્યુ છે ફુલોને ક્યારેય,
ચંદ્રમાએ પુછ્યુ છે ચાંદનીને ક્યારેય,
...
પુછ્યુ જો હોત ‘હા’ કે ‘ના’ કરવાને પ્રેમ,
એની વાત ન થતી હોત જગમા ક્યારેય...
નીશીત જોશી 29.05.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો