રોજ રોજની આ હવે કટકટ ગમતી નથી,
રોજ સાંજ પડ્યે હવે ઝંઝટ ગમતી નથી,
ચાલ્યા હવે તો અમે આ જગમાંથી,
આ રીતની જીંદગીની રમઝટ ગમતી નથી,
કહે છે લોકો કે માની જશે એક દી',
મને હવે એ જ કહેલી લટપટ ગમતી નથી,
મુકી દીધો છે મોઢામાં મમરો એવો,
મને હવે મીઠા બોલની ચટપટ ગમતી નથી,
આવીને પણ હવે શું ન્યાલ કરી દેશે,
'નીશીત'મને તેની હવે ખટપટ ગમતી નથી.
નીશીત જોશી 03.06.11
શુક્રવાર, 10 જૂન, 2011
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો