
કરાવશો કામ મુજ પાસે,
નહી કહુ મારી થાકની વ્યથા,
દોડાવશો જો મુજને,
નહી કહુ મારી હાંફની વ્યથા,
ફટકારશો જો મુજને,
નહી કહુ મારી દર્દની વ્યથા,
લાદશો બોજો મુજ પીઠે,
નહી કહુ મારી ભારની વ્યથા,
નાખો કે ન નાખો રોટલો,
નહી કહુ મારી ભુખની વ્યથા,
છું એક હુ મુંગુ પ્રાણી 'નીશીત',
કેમ વર્ણવુ મારી સહનશીલતાની વ્યથા.
નીશીત જોશી 30.05.11
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો